CM રૂપાણીની કોરોના કોલર ટયૂનથી કોંગ્રેસ પરેશાન, ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

કોંગ્રેસે મુખ્યમંત્રી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલા લેવા માટે માંગ કરી

કોરોના જાગૃતિ મામલે હાલમાં ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીની કોલર ટ્યૂન શરુ કરાઈ છે. જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા નીશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરી છે. પેટાચૂંટણીનું મતદાન નજીક છે ત્યારે સીએમની કોલર ટયુન બંધ કરવા કોંગ્રેસની માગ છે.

દેશમાં કોરોના મહામારી દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી મોબાઇલ ફોન પર કોરોનાની કોલર ટ્યુન શરૂ કરાઈ હતી જો કે આ કોલર ટ્યુનના કારણે લોકો કંટાળી ગયા હતા. તેને બંધ કરવા માટેની સોશિયલ મીડિયા પર પણ ખુબ જ મજાક ઉડી હતી.હવે ગુજરાતના મુખ્યમંત્રીનાં અવાજમાં રેકોર્ડ થયેલી કોલર ટ્યુન વાગી રહી છે. આ કોલરટ્યુન હવે રાજકીય રૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા આ કોલરટ્યુનનો વિરોધ કરાયો છે કોંગ્રેસ પ્રવક્તા નીશિત વ્યાસે આ અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરી છે.

ગુજરાતમાં મોબાઈલ ફોન કોલ્સ ડાયલ કરવામાં આવે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં એક કોલર ટ્યુન સાંભળી શકાય છે. મુખ્યમંત્રી રૂપાણી આ આપમેળે ઉપલબ્ધ કોલર ટ્યુનમાં કહે છે, આ નવરાત્રિને સામાજિક અંતર રાખીને, માસ્ક પહેરીને, હાથ સાફ કરવા સાબુ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીને આત્મસંયમના તહેવાર તરીકે ચિહ્નિત કરવો પડશે.

મુખ્યમંત્રી રૂપાણીનો આ થોડીક સેકંડ લાંબો સંદેશ કોરોનાવાયરસ અંગે જાગૃતિનો સંદેશ સંભળાય તે પહેલા સાંભળી શકાય છે, જેને રાષ્ટ્રીય સ્તરે કોલર ટ્યુન તરીકે ઠીક કરવામાં આવ્યો છે.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર