ગુજરાતમાં મુખ્યમંત્રી કોરોના વોરીયર્સ સન્માન યોજના માત્ર કાગળ પર !

10 મહિનાને અંતે ડોક્ટરોને પણ લાભ નથી મળ્યો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના વોરિયર્સ માટે ખાસ ‘મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ’ સન્માન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં ગત 12 મેં 2020નાં રોજ પરિપત્ર બહાર પાડી રૂ.5,000 થી રૂ. 25,000 સુધીનું મહેનતાણું ચૂકવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ, છતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન ફરજ બજાવનાર વર્ગ-1ના ડોકટરો, નર્સિંગ સ્ટાફ, લેબ ટેક્નિશિયન સહિત વર્ગ-4ના કર્મચારીઓને 10 મહિના બાદ પણ ‘મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન’ યોજના હેઠળ પ્રોત્સાહન સ્વરૂપે મળનાર મહેનતાણું હજુ મળ્યું નથી.

આ યોજના હેઠળ માત્ર સરકારી હોસ્પિટલોનાં કોવીડ વિભાગમાં ફરજ બજાવતા ડોકટર, પેરામેડીકલ, લેબ ટેક્નિશિયન, સફાઈ કર્મચારીઓ અને કોરોના સાથેની કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને 30 દિવસથી વધુ કામ કરે તો વર્ગ-1 અને વર્ગ-2નાં ડોક્ટરોને રૂપિયા 25000, વર્ગ-3નાં કર્મચારીને રૂપિયા 15000 તેમજ આઉટસોર્સિંગમાં સેવા આપતા કર્મચારીઓને 5000 ચુકવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કુલ 140 કોવિડ કેર સેન્ટર, 48 ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલોને ચૂકવવાનું પગાર ભથ્થું બજેટમાંથી પણ ઉધારવામાં આવી હતી.

 75 ,  1