CM,ડેપ્યુટી CM અને ભાજપ પ્રદેશ પ્રમુખે પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા આવ્યા હતા. વડોદરા શહેરના વિવિધ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણી અને શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરમાં પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે. વાસ્તવમાં આજવા સરોવરની સપાટી 15 ઓગષ્ટ સુધી 211 ફૂટ સુધી સ્થિર રાખવાનો નિયમ છે. 211 ફૂટની ઉપરનું પાણી વિશ્વામિત્રીમાં આવતા અને શહેરમાં થયેલા 20 ઇંચ વરસાદને કારણે શહેર પાણીમાં ડૂબ્યું છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી