September 23, 2020
September 23, 2020

અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. 1016 કરોડના વિકાસ કામોની ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત

પ્રધાનમંત્રી આવાસ યોજના-ઝૂંપડપટ્ટી પૂન:વસન નીતિ અન્વયે નિર્મિત 1184 આવાસોના કોમ્પ્યુટરાઇઝડ ડ્રો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. 1060 કરોડના વિવિધ વિકાસ કામોની ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર જનતા જનાર્દનની આશા-અપેક્ષાઓ સંતોષનારી અને ફટાફટ નિર્ણયો લઇ વિકાસ કામો આપનારી જનહિતલક્ષી સરકાર છે. તેમણે ઉમેર્યુ કે, લોકોને વિકાસ કામો માંગવા આવવું પડતું નથી પરંતુ માંગ્યા વિના સામે ચાલીને વિકાસ કામો આપનારી આ રાજ્ય સરકાર છે.

વધુમાં CMએ કહ્યું કે, વિકાસના કામોમાં વધુને વધુ લોકો જોડાય, શહેરી જનસુખાકારીમાં સતત વધારો થાય અને ઇઝ ઓફ લિવીંગમાં વૃદ્ધિ સાથે લોકો પ્રગતિ સમૃદ્ધિ મેળવે તેવો ધ્યેય આપણે રાખ્યો છે. મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ શ્રી અમૂલભાઇ અને શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસની ઉપસ્થિતીમાં રૂ. 256 કરોડના વિવિધ 15 કામોના ઇ-લોકાર્પણ અને રૂ. 760 કરોડના 46 પ્રજાલક્ષી કામોના ઇ-ખાતમૂર્હત ગાંધનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.

  • અમદાવાદ સહિત મહાનગરોમાં ડ્રેનેજ વોટરને એસ.ટી.પી દ્વારા ટર્શરી ટ્રીટમેન્ટથી રિયુઝ કરી ખેતી-ઊદ્યોગ-અન્ય વિકાસ કામો માટે વાપરવા પ્રેરક સૂચન
  • 70 માળથી વધુ ઊંચા હાઇરાઇઝડ બિલ્ડીંગના નિર્માણથી વિશ્વ કક્ષાના શહેરોની સાથે સ્પર્ધા કરવી છે
  • ઇઝ ઓફ લિવીંગ વૃદ્ધિ સાથે ‘રહેવું તો ગુજરાતમાં’ એવો ભાવ જાગે તેવું વાતાવરણ બનાવ્યું છે.

મેયર શ્રીમતી બિજલ પટેલે મહાનગરમાં આ રૂ. 1016 કરોડના વિકાસ કામોથી નાગરિકોનું જીવનધોરણ સુવિધાસભર બનશે તેવી શ્રદ્ધા વ્યકત કરી હતી. CM વિજય રૂપાણીના માર્ગદર્શનમાં અમદાવાદે સુગ્રથિત વિકાસ સાધીને વિશ્વના શહેરોની હરોળમાં ઊભા રહેવા કમર કસી છે. એટલું જ નહિ, સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે તેમ ઉમેર્યુ હતું.

 83 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર