CM મમતાને ચૂંટણી પંચે વધુ એક નોટિસ ફટકારી, માંગ્યો જવાબ

10 એપ્રિલ સુધી આપવાનો રહેશે મમતા બેનર્જીને જવાબ

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીને ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સામે કથિત ટિપ્પણી કરવા માટે નોટિસ ઇશ્યૂ કરી છે.

ચૂંટણી પંચ તરફથી ગુરૂવાર રાત્રે નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય દળની સામે ટિપ્પણી કરી મમતા બેનર્જીએ ભારતીય દંડ સંહિતાના અનેક કલમનું ઉલ્લંઘન કર્યું છે. મુખ્યમંત્રીને શનિવારના દિવસે 11 વાગ્યા સુધીમાં નોટિસનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. પંચે કહ્યું કે, મમતા બેનર્જીના ખોટા, ભડકાઉ અને તીખા નિવેદનોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેન્દ્રીય અર્ધસૈનિક દળોની ગરિમાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે.

કેન્દ્રીય દળો પર લગાવ્યો હતો મતદારોને ડરાવવાનો આરોપ 

મમતા બેનર્જીએ એક ટ્વીટમાં ટ્વીટ કરી કેન્દ્રિય દળો પર મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે લખ્યું, ‘કેન્દ્રીય દળોનો વ્યાપકપણે દુરૂપયોગ યથાવત ચાલુ છે. વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો હોવા છતાં, ચૂંટણી પંચ મૌન દર્શક બની રહ્યું છે, જ્યારે કેન્દ્રિય દળોનો ઘણી જગ્યાએ દુરૂપયોગ કરવામાં આવી રહ્યા છે, ટીએમસી મતદારોને ખુલ્લેઆમ ડરાવવા અને એક પક્ષની તરફેણમાં મત આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય મમતા બેનર્જીએ કહ્યું, ‘જ્યાં સુધી સીઆરપીએફ ભાજપ માટે કામ કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી હું તેમની દખલગીરી સામે બોલતી રહીશ.’

 44 ,  1