પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડી..!! CM નારાયણસામીએ વિશ્વાસમત ગુમાવ્યા પછી આપ્યું રાજીનામું

CM નારાયણસામીએ કહ્યું- કેન્દ્રએ અમારી સાથે દગો કર્યો

6 ધારાસભ્યોના રાજીનામાથી સંકટ ઘેરાયું હતું

પુડ્ડુચેરી વિધાનસભામાં કોંગ્રેસની સરકાર પડી છે. કોંગ્રેસ વિધાનસભામાં બહુમત સાબિત કરી શકી નહી. સોમવારે સ્પીકરે જાહેરાત કરી કે સરકાર પાસે બહુમત નથી. ત્યારબાદ મુખ્યમંત્રી વી. નારાયણસામીની વિદાય હવે નક્કી થઈ ગઈ છે. નોંધનીય છે કે વિધાયકોના રાજીનામા બાદ કોંગ્રેસની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. આજે સદનમાં સરકારે બહુમત સાબિત કરવાનો હતો. 

ઉલ્લેખનીય છે કે, વિશેષ સત્રમાં મુખ્યમંત્રી વી નારાયણસામીએ ગૃહમાં વિશ્વાસનો મત રજૂ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહને કહ્યું કે તેમની સરકાર પાસે બહુમતી છે. જોકે, પાછળથી આજે નારાયણસામીની સરકાર બહુમતી ગુમાવી દીધી હતી અને તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું

વિધાનસભાના વિશેષ સત્રમાં તેમણે કહ્યું કે,પૂર્વ LG કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે મળીને સરકારને પાડવાનો પ્રયાસ કર્યો. જો અમારા ધારાસભ્ય અમારી સાથે હોત તો સરકાર પાંચ વર્ષ ચાલત.

નારાયણસામીએ કહ્યું હતું કે અમે દ્રમુક અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. ત્યાર પછી અમે ઘણી ચૂંટણી જોઈ. તમામ પેટાચૂંટણીમાં અમે જીત નોંધાવી. એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે પુડ્ડુચેરીના લોકોને અમારી પર વિશ્વાસ છે.

મુખ્યમંત્રી વી.નારાયણસામી ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પહોંચી ગયા છે. તાજેતરમાં જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોનાં રાજીનામાં પછી સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. ત્યાર પછી ઉપ-રાજ્યપાલ તિમિલીસાઈ સુંદરરાજને સરકારને બહુમતી સાબિત કરવા માટે કહ્યું હતું.

ફ્લોર ટેસ્ટથી એક દિવસ પહેલાં જ રવિવારે કોંગ્રેસ અને ગઠબંધનમાં સામેલ DMKના એક-એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું, ત્યાર પછી નારાયણસામી સરકાર અલ્પમતમાં આવી ગઈ. ફ્લોર ટેસ્ટ પહેલાં રવિવારની સાંજે CM નારાયણસામીના આવાસ પર પાર્ટી અને સહયોગી પક્ષોના નેતાની બેઠક યોજાઈ હતી.

ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજકીય ઊથલપાથલ વચ્ચે રાજ્યના બે દિવસની મુલાકાત કરી હતી, પણ એ પાર્ટીને નુકસાન થવાથી ન બચાવી શક્યા. અહીં સરકારનો કાર્યકાળ 8 જૂને પૂરો થવાનો છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે હાલ તારીખ નક્કી નથી.

 65 ,  1