દિલ્હી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિ આયોગની હાઈપાવર્ડ કમિટીમાં હાજર રહ્યા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવી દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં ભાગ લીધો હતો.

હાઇપાવર્ડ કમિટી બેઠકમાં કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ સહિત કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશનના સૂઝાવોની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની પ્રથમ બેઠકમાં સહભાગી થયા હતા.

ફડનવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત યુ.પી.ના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, હરિયાણાના શ્રી મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના શ્રી પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી કમલનાથ અને કર્ણાટકના શ્રી કુમારા સ્વામીનો સમાવેશ કરવામાં આવેલો છે.

કેન્દ્રીય કૃષિ કલ્યાણ, મંત્રી શ્રી નરેન્દ્રસિંઘ તોમર પણ આ સમિતીના સભ્ય તથા નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશચાંદ સભ્ય સચિવ છે. મુખ્યમંત્રીશ્રીઓની આ હાઇપાવર્ડ કમિટી દેશના કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરી હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી