દિલ્હીમાં યોજાનારી હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી સહભાગી બનશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નવી દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની આવતીકાલે તા. 18 જુલાઇ-2019ને ગુરૂવારે, યોજાનારી પ્રથમ બેઠકમાં સહભાગી થશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત યુ.પી.ના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના શ્રી મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના શ્રી પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી કમલનાથ અને કર્ણાટકના શ્રી કુમારા સ્વામીનો સમાવેશ કરવામાં આવેલો છે.

કેન્દ્રીય કૃષિ કલ્યાણ, મંત્રી શ્રી નરેન્દ્રસિંઘ તોમર પણ આ સમિતીના સભ્ય તથા નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશચાંદ સભ્ય સચિવ છે.

મુખ્યમંત્રીશ્રીઓની આ હાઇપાવર્ડ કમિટી દેશના કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા માટે આ બેઠક હાથ ધરવામાં આવી રહી છે. અને બે મહિનામાં તેનો અહેવાલ આપવામાં આવશે.

તા. 18 જુલાઇ-2019 ગુરૂવારે સવારે 11 કલાકે નવી દિલ્હીમાં આ હાઇપાવર્ડ કમિટીની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે ગુરૂવારે સવારે આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોચશે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન તેમજ કૃષિના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ મુખ્યમંત્રી સાથે જોડાવાના છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી