સીએમ ઓન વ્હીલ ચેર – ચૂંટણીઓમાં ઉમેરાયું નવું આકર્ષણ…!

સીએમ મમતા બેનર્જી હવે વ્હીલ ચેર પર બેસીને કરશે સિંહ ગર્જના

આઠ તબક્કામાં યોજાઇ રહેલી બંગાળની ચૂંટણીઓમાં હવે એવા દ્રશ્યો જોવા મળશે કે સભા મંચ પર મુખ્યમંત્રી વ્હીલ ચેર પર બેસીને પ્રચાર કરી રહ્યા હશે. નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યા બાદ ઘાયલ થયેલા સીએમ મમતા બેનર્જીએ ડોક્ટરોની ભલામણની વિરૂદ્ધ જઇને હોસ્પિટલમાંથી રજા લીધી ત્યારે તેઓ વ્હીલ ચેર પર બેસીને બહાર આવતા જોવા મળ્યા. હવે એવા જ દ્રશ્યો ચૂંટણી પ્રચાર સભામાં જોવા મળશે.

સીએમ મમતાએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમના પર હુમલો થયો છે. તેમણે ડાબા પગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન જાહેર થતાં પાટો બાંધી દેવામાં આવ્યો છે. તેમણી સારવાર કરનાર ડોક્ટરોએ વધુ 48 કલાક હોસ્પિટલમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ તેમણે તાકિદે રજા આપવાનું કહેતા તેઓ હોસ્પિટલમાંથી હવે ચૂંટણી જાહેર સભાઓમાં જવા માટે સૂસજ્જ બન્યા છે. તેમણા પગમાં હવે તેમણી આગવી ઓળખ ધરાવનાર પ્લાસ્ટિકની પટ્ટી વાળા હવાઇ ચંપલ જોવા નહી મળે. પ્લાસ્ટર અને પાટાને કારણે તેમણે વિશેષ પ્રકારના ચંપલ પહેરવાની ફરજ પડી છે. નોંધનિય છે કે તેમના સાદા અને ગરીબ તથા શ્રમજીવી પહેરતા હોય તેવા ચંપલ તેમણી ઓળખ ગણાય છે.

દરમિયાનમાં ભાજપના ઉમેદવાર શુવેન્દુ અઘિકારીએ નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા હવે એ નક્કી થઇ ગયું છે. નંદીગ્રામ બેઠક હાઇપ્રોફાઇલ બની ગઇ છે. ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ચૂંટણી પ્રચાર જોર પકડશે.

 23 ,  1