21 જૂને સીએમ રૂપાણી જશે કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કરશે યોગ

આગામી 21 જુને દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. પીએમ નરેન્દ્ર મોદી આ દિવસે રાંચીની મુલાકાતે જશે અને ત્યાં યોગ કરશે. તો આ તરફ ગુજરાતમાં પણ યોગ દિવસ નિમિત્તે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાયા છે. જેમાં પ્રથમવાર કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સીએમ વિજય રૂપાણી યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. અને ત્યાં યોગ પણ કરશે. તેમની સાથે દેશના વિવિધ રાજ્યોના 700થી વધારે સાધુ સંતો ઉપસ્થિત રહેશે.

 10 ,  1