September 28, 2020
September 28, 2020

CM રૂપાણી : કોઇ દેશ કોરોનાથી બાકાત નથી, ગુજરાતમાં રિકવરી રેટ 74 ટકા

CM રૂપાણી : કોરોનાના આંકડા છુપાવવામાં આવતા નથી, જો આંકડામાં ભૂલ હશે તો કાર્યવાહી થશે

રાજકોટમાં કોરોનાનો તાગ મેળવવા સીએમ રૂપાણી, નાયબ પ્રધાન નીતિન પટેલ તેમજ આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ રાજકોટની મુલાકાતે છે. આ દરમિયાન સીએમ રૂપાણીએ પત્રકારોને પણ સંબોધ્યા હતા. પત્રકારરોને સંબોધતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું, ગુજરાતમાં રિકવરી રેટ સારી છે. રાજ્યમાં રિકવરી રેટ 74 ટકા છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના કાબૂમાં આવી ગયો છે. જ્યારે સુરતમાં કેસો ઘટવા લાગ્યા છે.

તેમણે કહ્યું, સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છએ ત્યારે ગુજરાત 12 નંબર પર છે. કોરોનાને લઇ અન્ય રાજ્ય કરતા ગુજરાતની સ્થિતિ સારી છે. પહેલા અમદાવાદ સંક્રમિત હતું, પછી સુરતમાં આવ્યું. હાલ સુરત સ્ટેબ્લ થઇ રહ્યું છે.

કોરોનાના આંકડા છુપાવવામાં આવતા હોવાના આરોપ પર સ્પષ્ટતા કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, આંકડા છુપાવવામાં આવતા નથી. જો આંકડામા ભૂલ જણાવાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે સીએમ રૂપાણીએ મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા ફાળવ્યા. તેમણે કહ્યું, રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ છે. રાજકોટવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજકોટમાં કાલથી કોરોના ટેસ્ટિંગ ડબ્બલ કરાશે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર