અમદાવાદ સહિત ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્, જામનગરમાં CM રૂપાણીએ કરી જાહેરાત

કેસ કન્ટ્રોલમાં આવી રહ્યાં છે. થોડી ઘીરજ અને લોકો સહકાર આપે. બાદમાં સ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈશું : CM રૂપાણી

ગુજરાતના ચાર મહાનગરમાં ચાલી રહેલા રાત્રિ કરફ્યૂ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. 31 જાન્યુઆરી સુધી કરફ્યૂ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. રાત્રિ કર્ફ્યૂને હટાવવા મામલે આજે નિર્ણય લેવાયો કે, ચાર મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત રહેશે. 

કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય અગાઉ નવ કલાકને બદલે આઠ કલાકનો કર્યો હતો. 15 દિવસ અગાઉ રાજ્યની કોર ગ્રૂપની બેઠક મળ્યાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરી હતી.

અગાઉ પોલીસ વડા આશિષ ભાટિયાએ ચાર શહેરો એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી.

દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો હતો. જેને પગલે રાત્રિ કરફ્યૂ લગાવાવમાં આવ્યો હતો. સૌથી પહેલા રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ મૂકાયો હતો. જેના બાદ સમય રાત્રે 10 થી સવારે 6 સુધી કરાયો હતો. આ રાત્રિ કરફ્યૂના અમલ બાદ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. તેથી હજી પણ રાત્રિ કરફ્યૂમાંથી ચાર મહાનગરોને છૂટ આપવામાં આવનાર નથી.

આ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 10 વાગ્યા પછી કરફ્યૂ આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. કો્ઈ છૂટછાટ અપાઈ નથી. કેસ કન્ટ્રોલમાં આવી રહ્યાં છે. થોડી ઘીરજ અને લોકો સહકાર આપે. બાદમાં સ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લઈશું. 

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર