રાહુલ ગાંધી પર વરસ્યા CM રૂપાણી, કોંગ્રેસને લીધી આડે હાથ

સાબરકાંઠામાં વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં સીએમ CM વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સીએમ રૂપાણીએ રાહુલ ગાંધીને આડે હાથે લીધા હતા. રૂપાણીએ કૉંગ્રેસની ગરીબોલક્ષી યોજના પર કટાક્ષ કરતા કહ્યું કે, “ગરીબોની યોજના અમે લાવ્યા હતા. કૉંગ્રેસ 72 હજાર આપવા નીકળી છે. આ ફક્ત જુઠા વચનો અને વૉટ માટે છે.

વધુમાં રૂપાણીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ રાજમાં બેરોજગારી વધી હતી. ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાઓનું સૂત્ર આપ્યું હતુ, તો ગરીબો વધતા ગયા અને ધનવાનો વધારે ધનવાન બન્યા. રાજીવ ગાંધીએ ભ્રષ્ટાચાર દૂર કરીશ તેવી વાત કરી હતી, તો યુપીએનાં શાસનમાં ઘણાય કૌભાંડો થયા. એટલે કૉંગ્રેસ જૂઠુ જ બોલે છે.”

CM રૂપાણીએ વધુમાં કહ્યું કે, “રાહુલ ગાંધી ગરીબો માટે 72 હજાર રૂપિયાની યોજના વિશે વાત કરે છે, પરંતુ નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ ગરીબો માટે કરી છે. આયુષ્યમાન ભારત અંતર્ગત લોકોને બીમારીનાં સમયે 5 લાખ રૂપિયા આપશે. આવી અનેક યોજનાઓ છે.”

ખેડૂતોની દેવા માફી વિશે તેમણે કહ્યું કે, “ભાજપ સરકારે 7 હજાર કરોડની ટેકાનાં ભાવે ખરીદી કરી. કૉંગ્રેસ ખેડૂતોને મૂર્ખ બનાવે છે.” તો સીએમ રૂપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી