September 27, 2020
September 27, 2020

રાજકોટમાં આજી ડેમ છલકાતા CM રૂપાણીએ કર્યા નીરના વધામણાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે આજી ડેમ છલકાઇ જતાં નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતો આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં આનંદની લહેર જોવા મળે છે. ગુજરાતમાં હવે “પાણીનો દુષ્કાળ ભૂતકાળ બનશે”. આગામી વર્ષ 2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં “નલ સે જલ યોજના” અંતર્ગત નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી અપાશે.

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઇન જોડાયા હતા અને ઓનલાઇન વધામણાં કર્યા હતા જ્યારે રાજકોટના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એ આજી ડેમ ખાતે નવા નિરના વધામણાં કર્યા હતા. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટ વાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને સાથે સાથે આગામી ડિસેમ્બર 2020 સુધીમાં દરેક ઘરે નળ પહોંચી જાય તે માટે હર ઘર નલ હર ઘર જલ યોજના સંપૂર્ણ પુરી કરવા સૂચના આપી હતી. 

રાજકોટ શહેરને કુલ ત્રણ જેટલા ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે પૈકી આજી-૧ ડેમ, ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે જ્યારે ભાદર 1 ડેમ પણ ઓવરફ્લો થવાથી માત્ર 3 ફૂટ બાકી છે. આજ રોજ ન્યારી-૧ ડેમનાં પાંચ જેટલા દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ ન્યારી-૧ ડેમ ઓવરફલો થતા તેના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ત્યારે ગઇકાલે સાંજે આજી ડેમ પણ ઓવરફ્લો થતાં રાજકોટવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર