CM રૂપાણી 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ, આજના તમામ કાર્યક્રમો રદ

સભામાં તબિયત લથડતા CM રૂપાણી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા

ગઇકાલે વડોદરાની સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા તેઓને તાત્કાલીક ધોરણે વડોદરાથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે યુએન મહેતા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ રૂપાણીની તબિયત સ્થિર છે જો કે, તબીબોએ 24 કલાક આરામની સલાહ આપી છે. જેને લઇને સીએમ રૂપાણીના આજના તમામ કાર્યક્રમો અને મુલાકાતોને રદ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ તમામ પક્ષો સામદામ દંડ ભેદ પ્રકારે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે દિવસરાત મહેનત કરી રહ્યા છે. મુખ્યમંત્રીથી માંડીને મંત્રી સુધી તમામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના માટે તમામ લોકો દિવસરાત મહેનત કરી રહ્યા છે. જો કે ગઇકાલે નિઝામપુરા બેઠક ખાતે જાહેર સભા સંબોધતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડી પડી હતી.

ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વડોદરા ત્રણ જનસભાનું આયોજન હતુ. પાંચ વાગ્યે તરસાલી, છ વાગ્યે કારેલીબાગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો અને બાદમાં રાત્રે અંદાજે સાડા આઠ વાગ્યે વિજય રૂપાણી ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે નિઝામપુરા પહોંચ્યા હતા.

સભા શરૂ થઈ અને સંબોધનના પાંચ મિનિટ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જો કે મંચ પર ઉપસ્થિત સિક્યોરિટી ગાર્ડના જવાનો અને ત્યા હાજર નેતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેકો આપીને તાત્કાલિક ખુરશી પર બેસાડ્યા હતા. સ્થળ પર હાજર તબીબોએ તેમની તાત્કાલીક સારવાર કરી હતી.

તબીબોએ તપાસ કરતા પ્રાથમિક રૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બ્લડ સુગર ઘટી ગયુ હતુ. જેથી તરત જ મુખ્યમંત્રીને 25 ટકા માત્રાનું ગ્લુકોઝ આપવામાં આવ્યુ હતુ. ગ્લુકોઝ લીધાના દસ મિનિટમાં જ મુખ્યમંત્રી સ્વસ્થ થયા હતા અને જાતે જ સ્ટેજ પરથી ઉતરીને વડોદરા એયરપોર્ટ તરફ જવા રવાના થયા હતા. અંદાજે 45 મિનિટ બાદ હવાઈ માર્ગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાની કારમાં આગળની સીટ પર બેસીને તમામ મીડિયાકર્મીઓનું અભિવાદન કરીને પોતે સ્વસ્થ્ય હોવાનો ઈશારો કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમદાવાદ એયરપોર્ટથી સિધા જ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓ પોતે જ ચાલીને પોતાના રૂમમાં ગયા હતા. યુ.એન.મહેતાના 10 તબીબોની ટીમે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અલગ અલગ ટેસ્ટ કર્યા હતા. જે તમામ ટેસ્ટ નોર્લમ આવ્યા હતા.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર