CM રૂપાણીએ રાજકોટમાં કર્યું મતદાન, છેલ્લી ઘડીએ રાજકીય પક્ષોમાં દોડધામ

રાજ્યની 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણી માટે ચાલી રહેલા ધીમા વોટિંગથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યો છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી કોરોના ની સારવાર માટે એક સપ્તાહ થી અમદાવાદ ની યુએન મહેતા હોસ્પિટલ માં દાખલ હતા જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્યમંત્રીશ્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા

તેમણે રાજ્ય ચૂંટણી આયોગ ની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકા ના પાલન સાથે આજે સાંજે મતદાન ના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ ખાતે પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતુ

હાલ ચાલી રહેલા ધીમા મતદાનથી અન્ય રાજકીય પક્ષો કરતા વધુ સત્તાધારી ભાજપના નેતાઓ ચિંતિત બની ગયા છે. ખાસ કરીને ભાજપના સંગઠનના ચાણક્ય એવા અમિત શાહ પણ અમદાવાદ આવેલા છે, ત્યારે શાહે પણ આ મામલો ગંભીરતાથી લીધો છે. તેઓ ભાજપના નેતાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ મતદાન કરવા આદેશ કરી રહ્યા છે.

ભાજપને ઓછા મતદાનનો એવો પણ ભય સતાવી રહ્યો છે કે, આ ચૂંટણીમાં ભાજપ સામે માત્ર કૉંગ્રેસ જ નહીં આપ સહિતની કેટલીક પાર્ટીઓ પણ લડી રહી છે ત્યારે જીતના માર્જિનમાં ઘટાડો થાય સાથે સાથે રસાકસી થઈ શકે છે. જેને કારણે ભાજપને હારનો સામનો પણ કરવો પડી શકે છે.

તેમજ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ઓછું મતદાન થઈ રહ્યું હોવાથી શહેર ભાજપ પ્રભારી આઈ.કે.જાડેજાએ આગેવાનોને દોડતા કર્યા છે. લોકોને ચૂંટણીબુથ સુધી પહોંચાડવા જવાબદારી સોંપી છે.

 26 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર