September 23, 2020
September 23, 2020

CM રૂપાણી – નાયબ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, કોરોનાની કરશે સમીક્ષા

CM રૂપાણી કોરોના નિયંત્રણની સ્થિતિને લઈને સમીક્ષા બેઠકો યોજશે

CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રોજકોટ પહોંચ્યા છે. રાજકોટમાં આજે કોરોનાની સ્થિતિને લઇ સમીક્ષા કરવામાં આવશે. આગામી સમયમાં કોરોનાને કઇ રીતે કાબૂમાં લેવો તેને લઇ અધિકારીઓ સાથે દિશાસૂચન કરશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ સહિત મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 9 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. 7 દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને 2 દર્દીના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

રાજકોટમાં દરરોજ 40થી 50 કેસ આવતા કુલ આંક હવે 1032 થયો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ 595 થયા છે અને તે વિસ્તારોમાં પણ મૃતાંક વધી રહ્યો છે પણ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. ટેસ્ટની સંખ્યા હવે 250ને બદલે 400 કરવામાં આવી છે તેમજ શહેરમાં હોમ આઈસોલેશનમાં પણ 153 લોકો છે. હોસ્પિટલમાં સારવારની સંખ્યા 493 છે તેથી એક્ટિવ દર્દી 550 કરતા પણ વધી ગયા છે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર