September 22, 2020
September 22, 2020

રાજ્યમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવાવ મુખ્યમંત્રીના હસ્તે “કોવિડ વિજય રથ”નું ઇ-પ્રસ્થાન

“સાવચેતીને સંગ, જીતીશું જંગ” ના નારા સાથે કોવિડ વિજય રથનું પ્રસ્થાન

જનજાગૃતિ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ વિજય રથનું પ્રસ્થાન કરાવ્યું છે. CM રૂપાણીએ ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “સાવચેતીને સંગ, જીતીશું જંગ”અંતર્ગત કોવિડ વિજય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાનની શરુઆત થઈ હતી.ૉ

કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, સામાજિક અંતરનું પાલન થાય તે હેતુને લઇને નવતર અભિગમ અપનાવી સમગ્ર રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરનાર આ રથને 7 સપ્ટેમ્બર, 2020ના રોજ ડીજીટલ- સોશ્યલ મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ડિજીટલ ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

જૂનાગઢ, ભુજ-કચ્છ, બનાસકાંઠા, સુરત અને અમદાવાદ એમ પાંચ જિલ્લામાં કોવિડ વિજયરથના માધ્યમથી કોરોના વાયરસ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવમાં આવશે. મુખ્યમંત્રીએ કોવિડ-૧૯ વિજય રથના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આપણા સૌના સંકલિત પ્રયાસોથી ગુજરાતમાં કોરોનાને હરાવવા ચોક્કસ સફળતા મળશે. રાજ્ય સરકારના સઘન પ્રયાસો અને લોકોના સહયોગથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૮૨ ટકા સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ દર ૭ ટકાથી ઘટાડીને ૨.૯ ટકા સુધી લાવી શક્યા છીએ. દેશના સરેરાશ ૮થી ૯ ટકા પોઝિટિવ રેટ સામે ગુજરાતમાં ૩.૫ થી ૪ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ હેલ્પલાઇન અને હવે કોવિડ-૧૯ વિજય રથના માધ્યમથી આપણે કોરોના સામેનું યુદ્ધ જીતવાની દિશામાં આગળ વધી રહ્યા છે તેમાં આપણો ચોક્કસ વિજય થશે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર