CM રૂપાણીએ કોરોના વોરિયર્સની કામગીરી બિરદાવી, કહ્યું- કોરોના હારશે ગુજરાત જીતશે

ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફનું ખૂબ મોટું યોગદાન, કોટી કોટી વંદન : CM રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા થકી રાજ્યના લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણ રાજ્યના સ્વાસ્થ્યકર્મીઓને આભાર માન્યો હતો. તેમને સુપરહીરો ગણાવ્યા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ જે કામગીરી કરી રહ્યા છે તેમને બિરદાવી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોના હારશે અને ગુજરાત જીતશે..

CM રૂપાણીએ કહ્યું કે છેલ્લા એક વર્ષસથી આપણો દેશ આપણું ગુજરાત કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડાઈ સરકાર લડી રહી છે, રાજ્ય અને દેશનો એક એક સામાન્ય માણસ પણ આ લડાઈ લડી રહ્યો છે. પણ મહામારી સામેની આ માનવતાની લડાઈમાં જો કોઈનું સૌથી મોટું યોગદાન રહ્યું હોય તો ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરામેડિકલ ભાઈઓ બહેનોનું રહ્યું છે.

આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તમામ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફને ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કોટિ કોટિ વંદન કરવાની પણ ઈચ્છા થાય છે. તમારા વતી ગુજરાત આ લડાઈ લડી શક્યું છે. આજે પણ લડી રહ્યું છે. આપના થકી આપણે લાખો લોકોના જીવ બચાવી શક્યા છીએ. 

તેમણે કહ્યું કે વર્ષ પહેલા જ્યારે આ મહામારીની શરૂઆત થઈ ત્યારથી તમે તમારું સર્વસ્વ ન્યૌછાવર કરીને, જાનની બાજી લગાવીને આ કોરોના સામે લડી રહ્યા છો. દિવસ રાત જોયા વગર, થાક્યા વગર, હાર્યા વગર બીજાની સેવા માટે પોતાના કર્તવ્યના પાલન માટે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેમાં કેટલાય ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તેમના બલિદાનને ગુજરાત ક્યારેય ભૂલશે નહીં. આ રાજ્ય સદાય તમારું ઋણી રહ્યું છે. અને રહેશે.

તમારા પરિશ્રમ અને સેવાથી એક એવો સમય આવ્યો કે જ્યાં આપણે કોરોના સામેની લડત લગભગ જીતી ગયા હતા. પરંતુ આજે ફરીથી એકવાર સ્થિતિ કથળી છે. કોરોનાના કેસ વધ્યા છે. ત્યારે આખું રાજ્ય તમારી સામે આશાના ભાવથી જોઈ રહ્યું છે. હું આપની મનોદશા સમજી શકું છું. કારણ કે તમારા સંઘર્ષને મે ખુબ નજીકથી જોયો છે. 

 24 ,  1