શ્રાવણના ત્રીજા સોમવારે CM રૂપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહપરિવાર સોમનાથ દર્શને પહોંચ્યા હતા. રવિવારે રાત્રે રૂપાણી સોમનાથ આવી પહોંચ્યા હતા. રવિવારે રાત્રે યોજાયેલા શિવ વંદના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી.

સોમવારે વહેલી સવારે જ્યારે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી રહ્યું હતું ત્યારે, ઢોલ-નગારા શંખના રણકાર વચ્ચે મુખ્ય મંત્રી રૂપાણીએ પત્ની અંજલિ બહેન અને પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી