CM રૂપાણીનો કોરોના સામે ‘વિજય’, રાજકોટમાં સાંજે મતદાન કરશે

CM રૂપાણી એર એમ્બ્યુલન્સથી રાજકોટ પહોંચી મતદાન કરશે

રાજ્યમાં આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકો માટે નવી SOP જાહેર કરી દેવામાં આવી છે. આ ગાઈડલાઈનને અનુંસરીને સીએમ વિજય રૂપાણી આજે રાજકોટમાં મતદાન કરવા જશે. પ્રોટોકોલ પ્રમાણે વોર્ડ નંબર 10માં તેઓ મતદાન કરશે. રાજકોટના ગાંધીગ્રામની અનિલ જ્ઞાન મંદિરમાં તેમનું બૂથ આવેલું છે, જેથી તેઓ મતદાન કરવા જશે.

આજે 6 મહાનગર પાલિકાની ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે બપોર બાદ મતદાન કરવા માટે રાજકોટ જશે.

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે. આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

મુખ્યમંત્રી વીજય રૂપાણી આજે રવિવાર તા.ર૧ ફેબ્રુઆરીએ મતદાનના છેલ્લા કલાક એટલે કે, પ થી ૬ વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે મતદાન માટે જશે. તેઓ બપોરે 3 વાગ્યે એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદથી રાજકોટ જવા રવાના થશે

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર