CM રુપાણીનો AAP પર પ્રહાર – આમ આદમી પાર્ટીને યોજનાના અમલ કરતાં પ્રચારમાં વધુ રસ

2,500ની સામે અમે વળતર રુપે 4,000 રુપિયા આપીએ છીએ – વિજય રૂપાણી

દિલ્હી સરકાર પર કટાક્ષ કરતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી યોજનાને અમલ કરવાની તુલનામાં પ્રચાર વધુ રસ દેખાડે છે. મુખ્યપ્રધાને ગુજરાતમાં કોવિડ-19ના કારણે માતા-પિતા ગુમાવનારા બાળકોને આર્થિક સહાય આપવા માટે ઉંમરમાં વધારો કર્યો છે. જેમાં 18 વર્ષથી વધારી 21 વર્ષની કરી છે. ગુજરાત સરકારે હાલમાં જ શરુ કરેલી “બાલ સેવા યોજના”નો ઉલ્લેખ કરતા રુપાણીએ કહ્યું કે, રાજ્યમાં ભાજપ સરકાર કોવિડ-19ના કારણે અનાથ થયેલા બાળકોને દર મહિને 4,000 રુપિયા આપે છે. જે આપ પ્રશાસન આપે છે તેના કરતા વધારે છે.

મુખ્યપ્રધાન વિજય રુપાણીને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ દ્વારા શરુ કરવામાં આવેલી જાહેરાત ઝુંબેશ વિશે પુછવામાં આવ્યું હતુ. તેણે કહ્યું કે, જાહેરાતથી ખબર પડે છે કે, તે (દિલ્હીમાં આપ સરકાર) યોજનાને લાગુ કરવાની તુલનામાં પ્રચારમાં વધુ રસ દેખાડે છે. ત્યારે અમે માત્ર યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તેમના દ્વારા આપવામાં આવેલી રુપિયા 2,500 ની સામે અમે વળતર રુપે 4,000 રુપિયા આપીએ છીએ.

આમ આદમી પાર્ટીએ 2022 માં ગુજરાતમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો પર તેમના ઉમેદવારો મેદાનમાં ઉભા કરવાની યોજના જાહેર કરી છે.

રુપાણીએ કહ્યું કે, અમારી યોજના હેઠળ અનાથ બાળકો 21 વર્ષની ઉંમર સુધી 4,000 રુપિયાની દર મહિને સહાયતા અને 24 વર્ષની ઉંમર સુધી ઉચ્ચ શિક્ષણ માટે 6,000 રુપિયાની દર મહિને સહાય મેળવવાને પાત્ર છે. તેમણે કહ્યું કે, અમે બાળકોના બેંકમાં પૈસા પહેલા જ જમા કરાવી ચૂક્યા છીએ. જેનાથી ખબર પડે છે કે, અમે પ્રચાર કરતા યોજનાના અમલીકરણમાં વધુ રુચિ રાખીએ છીએ.

ગુજરાતના અગ્રણી અખબારોમાં એક પાનાની જાહેરાતો સામાન્ય લોકોને દિલ્હીના લોકો માટે આમ આદમી સરકારની નવી યોજના, મુખ્યમંત્રી કોવિડ-19 પરિવાર આર્થિક સહાયતા યોજના વિશે જણાવવાનો હતો.

 51 ,  1