September 26, 2020
September 26, 2020

ગુંડાઓને CM રૂપાણીની સીધી ચેતવણી – ‘નહીં તો ગુજરાત છોડી દે..’

ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ

રાજ્યમાં હવે ખુંડાઓની ખેર નથી.. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેફામ બનેલા ગુડાઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે..

રાજ્યમાં સતત વધતા જતા ગુનાખોરીને કાબૂ લાવવા હવે રૂપાણી સરકારે કમર કસી લીધી છે. હત્યા, છેડતી, લૂંટફાટ, મારામારી તેમજ બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. બેખોફ બદમાશો કાયદાનો જાણ કે ડર ના હોય તેમ બેફામ લૂંટ, હત્યા અને છેડતી જેવા ગંભીર અપરાધો આચરી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ગુંડા વિરોધી એક્ટ નવો કાયદો બનાવ્યો છે.

સીએમ વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં ગુંડા વિરોધી એક્ટનો પ્રસ્તાવ લાવશે. ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટમાં કોઈ પણ વ્યક્તિ ગુંડાગીરી કરતો ઝડપાશે તો તેની મિલકત જપ્ત કરવામાં આવશે. એટલું જ નહીં, ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સખત કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ પણ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ IG અને કમિશનરની મંજૂરી જરૂરી હોવાનું આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ પણ આપવામાં આવશે.

ગુંડા એક્ટની મહત્વપૂર્ણ જોગવાઇઓ

  • ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે
  • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે
  • ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે
  • સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે.
  • ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક.
  • દારૂનો વેપાર-જુગાર-ગાયોની કતલ-નશાનો વેપાર-અનૈતિક વેપાર-માનવ વેપાર-બનાવટી દવાનું વેચાણ-વ્યાજખોરી-અપહરણ-ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.
  • પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત-સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા.
  • રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા- જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા-હિંસા-ધાકધમકી-બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીનો નિશ્ચયગુંડાઓ-જમીન કૌભાંડકારો-ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો નક્કર અભિગમ

 93 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર