‘કોંગ્રેસને હવે કાયમ માટે દફનાવવાની છે..’ મુખ્યમંત્રીનો આક્રમક પ્રહાર

સમગ્ર દેશમાં કોંગ્રેસ ભાંગી ગઈ છે, તૂટી ગઈ છે, ડુબતી નાવ છે : સીએમ રૂપાણી

ગુજરાતમાં પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કપરાડા ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેની આઠ બેઠકો પર ચૂંટણી યોજાવવા જઇ રહી છે. તેમણે કહ્યું કોંગ્રેસ ભાંગી ગઇ છે, તૂટી ગઇ છે, ડૂબતી નાવ છે કોંગ્રેસ. વધુમાં રૂપાણીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસના કોફીનને દફન કરવામા માટે છેલ્લો ખીલ્લો ખોપવાનો સમય આવ્યો છે. કોંગ્રેસને કાયમ માટે દફનાવવાની છે, ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસને કાર્યકર્તાઓ પર ભરોસો નથી. સંપૂર્ણ નેતૃત્વ નિષ્ફળ ગયું છે. પરિવાદના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પાર્ટીથી મુક્તી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધી સામે પ્રશ્નાર્થો ઉભા થયા છે. કપિલ સિબ્બલ, ગુલાબ નબી આઝાદ આવા અનેક લોકોએ આજે કોંગ્રેસમાં સવાલો ઉભા કર્યા છે અને કોંગ્રેસે આ બધા પર અવિશ્વાસ કરીને તે લોકોને અલગ કર્યા છે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત કોંગ્રેસ તૂટી નથી. 2017માં કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ખુદ 13 ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડી. ત્યારબાદ બીજા 6 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી અને આજે આઠ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી. આ આઠ ધારાસભ્યોમાં જિતુભાઈ એક છે. કે જેમને લાગ્યું હતું કે, હવે કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી. કોંગ્રેસમાં રહેવાથી પ્રજાના કામ થતા નથી. કોંગ્રસને પ્રજાના કામમાં રસ નથી. કોંગ્રેસને માત્ર ને માત્ર ગંદુ રાજકારણ કરવું છે. કોંગ્રેસ માત્ર પરિવારની પુજા કરવા નીકળેલી કોંગ્રેસ છે. હવે આ પ્રજાની કોંગ્રેસ નથી. માટે જીતભાઇએ કોંગ્રેસ છોડી.

કપરાડાના છેવાડાના માનવી કે જેમના કામ થાય. અંત્યોદય છેવાડાના માનવી ગરીબ માણસની મદદ થાય તેથી ભાજપમાં જોડાયા છે. તેઓ જાણતા હતા કે કોંગ્રેસ માત્ર વિરોધના નાટકો કરે છે. તેનાથી પ્રજાનું કલ્યાણ થવાનું નથી. પ્રજાનું કલ્યાણ થવું હશે તો સરકાર ભાજપની છે. તો સરકાર સાથે જોડાઈને પ્રજાના વધુને વધુ કામ થાય. અડધી રાતે ભાજપના ધારાસભ્ય તરીકે કોઈપણ મંત્રીને ઉઠાડીને પોતાના વિસ્તારના કામ કરાવી શકે એટલા માટે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સાથે સાથે તેઓએ કોંગ્રેસ છોડી ત્યારે મને મળવા આવ્યા હતા. તેમણે કીધું હતું જે રીતે દેશમાં નરેન્દ્રભાઇ મોદી કામ કરી રહ્યાં છે. કાશ્મીરમાંથી 370ની કલમ કાઢી નાખી. કાશ્મીરને ભારત સાથે જોડ્યું. આતંકવાદીઓના આકાઓને પાકિસ્તાનમાં જઇને એરસ્ટ્રાઇક કરી તેમના કેમ્પોને ઉડાવી દીધા તે નરેન્દ્રભાઇની સરકારે કર્યું. અયોધ્યામાં રામ મંદિર ‘સોંગદ રામકી ખાતે હે મંદિર વહી બનાયેગેં’ એ મંદિર બનાવવાનું કામ કર્યું.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર