ચક્કર આવતા CM રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી છે. વડોદરામાં એક સભાને સંબોધિત કરતા સમયે વિજયભાઈ અચાનક ઢળી પડ્યા હતા. વડોદરાની ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રી નીચે પડ્યા હતા આ દરમિયાન તેમના સિક્યોરિટીએ તેમને પકડી લીધા હતા. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરામાં પ્રચાર કરી રહ્યા હતા.
વડોદરામાં સભામાં સ્પીચ દરમિયાન ચક્કર આવતા CM રૂપાણી ઢળી પડ્યા#VijayRupani #Gujarat pic.twitter.com/hxpCKRhugo
— NetDakiya ગુજરાતી (@netdakiya) February 14, 2021
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ આજે વડોદરામાં મોરચો સંભાળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસનો ગઢ ગણાતા તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરામાં CM રૂપાણી સભા માટે પહોંચ્યા હતા. જોકે વડોદરામાં ત્રીજી સભામાં સ્પીચ દરમિયાન ચક્કર આવતા ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગ્લુકોઝ પાણી અપાયું છે. જોકે મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રીની તબિયત સારી છે. મુખ્યમંત્રી પોતાની ગાડીમાં રવાના થયા છે.
98 , 1