સુરત મહાનગર માટે CM રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો અને જમીન માલિકોને થશે લાભ થશે

સુરત શહેરના વિકાસ માટેના ડેવલપમેન્ટ પ્લાનને સરકારે આપી મંજૂરી

સુરત શહેર અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારની 1085 ચોરસ કિલોમીટરના વિસ્તારને વિકાસ સાથે સાંકળતા ડેવલપમેન્ટ પ્લાન 2035ને મંજૂરી આપવામાં આવી છે. આ પ્લાન મંજૂર થતા, 30 વર્ષથી રિઝર્વેશનમાં મુકાયેલી જમીન હવે બાંધકામ માટે ખુલ્લી થશે. જેના કારણે ખેડૂતો અને જમીન માલિકોને લાભ થશે. સરકારે મંજૂર કરેલા વિકાસ પ્લાનને કારણે 850 હેકટર્સ જમીન બાંધકામ માટે ઉપલબ્ધ થશે.

  • સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન-2035 મંજૂર
  • સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ 1058 ચો.કિ.મી. વિસ્તારના ફાયનલ ડેવલપમેન્ટ પ્લાનને CM રૂપાણીએ આપી મંજૂરી
  • 30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુકત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખૂલશે
  • કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે.

સુરતનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરાતા, અમદાવાદ મુંબઈ વચ્ચેના નેશનલ હાઈવેની બન્ને બાજુ એક કિલોમીટર સુધી કામરેજથી પલસાણા સુધીના 50 કિલોમીટરમાં હાઈડેન્સીટી, રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ડેવલપમેન્ટ થઈ શકશે. તો અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન, અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શીયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા ખૂલશે.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર