September 27, 2020
September 27, 2020

ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી, CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન

કોરોના કાળમાં આ વખતે ગુજરાતમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદી પર્વની ઉજવણી દર વર્ષે અલગ-અલગ જિલ્લામાં કરવાની શરૂઆત કરાવી હતી. પરંતુ આ વખતે કોરોના મહામારી હોવાથી આઝાદી પર્વની ઉજવણી ગાંધીનગરમાં જ થઈ છે.

દેશના 74મા સ્વતંત્રના પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે માત્ર 250 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. જેના બાદ તેઓએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. સ્વતંત્રતાના આ પર્વમાં કોરોના વૉરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જો વરસાદ પડે તો કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેવી સુવિધા સાથે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જેના પર ઉભા રહીને વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. 

કોરોનાના કપરાકાળમાં સીએમ રૂપાણીએ કોરોના વૉરિયર્સની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યવાસીઓએ કોરોનાને દેશવટો અને રાજ્યવટો આપવા માટે આઝાદી જેવી ચળવળ ચલાવવી પડશે.

 87 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર