નર્મદા જળ વિવાદઃ સી.એમ રુપાણી કહ્યું- પાણી મુદ્દે નો પોલીટીકસ….

નર્મદા પાણી વિવાદ બાદ મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગઇ છે. નર્મદા પાણી મુદ્દે મધ્યપ્રદેશના નિવેદન બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સીએમ રૂપાણી એ કહ્યું કે મધ્યપ્રદેશ નર્મદા પાણી મુદ્દે પર ગંદુ રાજકારણ ન કરે.

સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે 40 વર્ષથી ચારેય રાજ્યો સહકારથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીમાં સહકારથી ચાલી રહી છે. મધ્યપ્રદેશ સરકારના આવા નિવેદનો નિંદનીય છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી સાથે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજ્સ્થાન અને મહારાષ્ટ્ર જોડાયેલું છે. સુપ્રીમ કોર્ટે પણ ચૂકાદો આપ્યો છે કે 2022 સુધી પાણીની વહેંચણીમાં કોઇ ફેરફાર ન થઇ શકે. તેના આધારે જ યોજનાઓ બની છે. નર્મદા ડેમનું 138 મીટર પાણી ભરાય તે આવશ્યક છે. સરદાર સરોવર બંધમાં વીજ ઉત્પાદનમાં 16 ટકા હિસ્સો ગુજરાતનો છે. માટે 138 મીટર હિસ્સો ભરવો જરૂરી છે. પૂરતું ટેસ્ટિંગ થાય તે જરૂરી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી