September 23, 2020
September 23, 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી@70: સુરતના ખાનગી બેકર્સે બનાવી 71 ફૂટ લાંબી કેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસને સેવા દિવસ તરીકે ઉજવીને દેશભરમાં ભાજપ દ્નારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક ખાનગી બેકર્સ દ્વારા 71 ફુટ લાંબી કેક તૈયાર કરવામાં આવી હતી. જેમાં વિવિધ થીમ પર આધારિત કેક બનાવવામાં આવી હતી. સુરતના સાત કોરોના વોરિયર્સ દ્વારા કેકને કાપવામાં આવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. તો આ કેકને અંધજન શાળા અને અનાથ આશ્રમના બાળકોને આપવામાં આવી

જો કે દેશના સૌથી મોટા વોરિયર તેઓએ પીએમ મોદીને ગણ્યા છે, જેમના નેતૃત્વ હેઠળ આજે ભારત દેશ કોરોના સામેની લડાઈ લડી રહ્યો છે. ‘કેક ફોર કોરોના વોરિયર્સ’ના નામથી આ 71 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે. કેક પર કોરોના માટે લડાઈ લડી રહેલા ડૉક્ટર્સ, પોલીસ જવાન, સફાઈ કર્મચારી તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

17 તારીખે સાંજે 7 વાગ્યે 711 જેટલા કોરોના વોરિયર્સ ડિજિટલ માધ્યમથી જોડાઈને આ કેકનું કટિંગ કરશે. સાથે જ કંપનીના આઉટલેટમાંથી 500 ગ્રામ કેક દરેક કોરોના વોરિયર્સને પણ આપવામાં આવશે.

છેલ્લા 3 વર્ષથી બ્રેડ લાઈનર કંપની આ રીતે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવી રહી છે. આ કેક બનાવીને તેનું નામ અલગ અલગ રેકોર્ડ માટે મોકલવામાં આવનાર છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર