પાણી વગરની માછલીની જેમ કોંગ્રેસ સત્તા વગર મારે છે વલખા : CM રૂપાણી

મુખ્યમંત્રીએ કહ્યું- વિદેશીઓના હાથા બની કોંગ્રેસે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો

હાલ દેશ-વિદેશમાં પેગાસસ નામના સ્પાયવેરને લઇ રાજકારણ ગરમાયો છે. પેગાસસ જાસૂસી મામલે વિપક્ષનો ચારેકોરથી સરકાર પર હુમલો કરવામાં આવી રહ્યો છે તેવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, વિદેશીઓના હાથા બની કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે. કોઈ એજંસીએ નથી કહ્યુ કે આ ડેટાનો ઉપયોગ થયો છે. 45 દેશ આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. ભારતમાં એનો ઉપયોગ થયો નથી. વિપક્ષની ભુમિકા ભજવાની હોય એના બદલે સત્તા માટેની પીડા છે. કોંગ્રેસ દેશહિત અને રાષ્ટ્રહિત સાઈડમાં મુક્યું છે. પાણી વગરની માછલીની જેમ સત્તા વગર કોંગ્રેસ વલખા મારે છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, દરેક વિષયમાં કોંગ્રેસની નકારાત્મક રહી છે. કૃષિ કાયદા, સર્જીકલ સ્ટ્રાઇક, એયર સ્ટ્રાઇકનો વિરોધ કર્યો છે. આતંકવાદી અફઝલને ફાંસી આપવાનો વિરોધ કોંગ્રેસ કર્યો હતો. પ્રધાનમંત્રી સંસદમાં નવા મંત્રીઓની ઓળખાણ કરાવતા હતા ત્યારે દખલ પહોચાડી સંસદીય પ્રણાલિ ભંગ કર્યો છે.

 78 ,  1