September 22, 2020
September 22, 2020

રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલીસી CM વિજય રૂપાણીએ કરી જાહેર

હોટેલ રિનોવેશન માટે 5થી 10 કરોડ સુધીની સહાય મળશે

રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલીસી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી છે. આ પોલીસીને કારણે રાજ્યની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક, વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ ચમકશે. અને દેશ વિદેશના પ્રવાસીઓ રાજ્યની આ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લઈ શકશે.

મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે મળેલી ઉચ્ચસ્તરિય બેછકમાં આ નિર્ણયને આખરી ઓપ આપ્યો છે.હવે રાજ્યના રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનિય સ્થળો, ઝરૂખાઓ મિનારાઓમાં હેરિટેજ હોટલો શરૂ શકશે. સાથે જ હેરિટેજ મ્યૂઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ પણ બની શકશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી વર્ષોથી વણ વપરાયેલી ઈમારતોને પ્રવાસનના ઉપયોગ માટે નવી દિશા ખોલી છે.

હોટેલ રિનોવેશન માટે 5થી 10 કરોડ સુધીની સહાય

હોટેલ રિનોવેશન માટે 5થી 10 કરોડ સુધીની સહાય મળશે જ્યારે મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ રિનોવેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર