Yoga Day પર CM રૂપાણીની જાહેરાત, ગુજરાતમાં બનશે યોગ બોર્ડ

CM રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલીની હાજરીમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમાં 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બિજલ પટેલ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે.

આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. તેમણે યોગ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યોગના માધ્યમથી બીમારીઓ દૂર થાય છે, સમાજ જેટલો સ્વસ્થ હશે તેટલી ગરીબી દૂર થશે અને સ્વસ્થતા કેળવવા માટે યોગ જરૂરી છે જેથી રાજ્યમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે માટે યોગ બોર્ડની રચના કરવામાં આવશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવશે. જેની મંજૂરી મેં આપી દીધી છે. ગુજરાતના જન જન સુદી યોગાસનનો પ્રચાર-પ્રસાર નિયમિત કરે, યોગ સંસ્થાઓેન જોડવામાં આવે. તેમજ રોગ પહેલાની જાળવણી તેઓ કરશે. જેથી લોકો રોગમુક્ત બનશે અને તેનાથી સમાજ ગરીબમુક્ત બનશે.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર