અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા CM કરશે સમીક્ષા બેઠક

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો

ગુજરાત ફરી એકવાર કોરોનામય બનવા તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે અત્યાર સુધી 50…100 અને 150 જેટલાં કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. બુધવારે એક જ દિવસમાં કોરોનાના નવા 548 અને ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા છે. જે છેલ્લાં 6 મહિના પછી નોંધાયેલા સૌથી વધારે કેસ છે.

તો બીજી તરફ, ટ્રાવેલ હિસ્ટ્રી વગરના 9 ઓમિક્રોન દર્દીઓને કારણે ચિંતા વધી છે. આટલુ ઓછું છે ત્યાં ગુજરાતની શાળાઓમાં પણ કોરોના વકર્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 100થી વધુ બાળકોને કોરોના ડંખ્યો છે. કોરોના સંક્રમિતોમાં સૌથી વધુ 15થી 18 વર્ષના કિશોરો છે.  

જ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠક કરશે. મનપાના અધિકારીઓ સાથે સીએમ સમીક્ષા બેઠક કરશે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે સાંજે સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં મુખ્ય સચિવ સહિતનાં અધિકારીઓ હાજર રહેશે. કોરોના સંક્રમણ વધ્યા બાદ હોસ્પિટલની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી