September 21, 2020
September 21, 2020

મુગલ કૈસે હો સકતે હૈં હમારે હીરો..? CM યોગીનો સવાલ, શિવાજીના નામ પર હશે આગરાનું મ્યૂઝિયમ

CM યોગીનો મોટો નિર્ણય, આગ્રાના મુઘલ મ્યૂઝિયમનું નામ બદલીને શિવાજી મહારાજ કરાયું

ઉત્તર પ્રદેશના ઐતિહાસિક આગ્રા શહેરમાં નિર્માણાધીન મુઘલ સંગ્રહાલયનું નામ મરાઠા નાયક છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાખવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે આ જાહેરાત કરી હતી. અને સાથે કહ્યું હતું કે, “આપણા નાયકો મુગલ કેવી રીતે હોઈ શકે”

CM યોગીએ સોમવારે તેમના સરકારી નિવાસ સ્થાને વીડિયો કોન્ફરન્સ દ્વારા આગ્રા વિભાગના વિકાસ કામોની સમીક્ષા દરમિયાન આ આદેશો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આગરામાં બની રહેલા મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તર પ્રદેશમાં ગુલામી માનસિકતાના પ્રતીક ચિન્હોને કોઈ સ્થાન નથી. આપણા બધાના નાયક શિવાજી મહારાજ છે.

આ પહેલા યોગી સરકારે નિર્ણય કર્યો હતો કે રાજ્યના 11 શહીદોના નામ પર તેના જિલ્લાના એક-એક રોડનું નામકરણ કરવામાં આવશે. આ વિશે લોક નિર્માણ વિભાગ તરફથી નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રદેશના લોક નિર્માણ વિભાગ તરફથી જય હિંદ વીર પથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ રસ્તાઓ પર શહીદોના સન્માનમાં મોટા અને આકર્ષક બોર્ડ લગાવવાના આદેશ પણ આપ્યા છે.

ઓગસ્ટ મહિનામાં યોગી સરકારે નિર્ણય કર્યો હતો કે શામલીમાં વીર ચક્ર પ્રાપ્ત શહીદ સ્ક્વાડ્રન લીડર મદનપાલ સિંહ ચૌહાણના નામ પર જસાલા-કાંધલા માર્ગનું નામકરણ થશે. તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજૂરી પણ આપી દીધી હતી. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માગ હતી. માગ પૂરી થયા બાદ શહીદના પરિવારજનોએ યૂપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર