પુલવામા મામલે સપા નેતાનો બફાટ, CM યોગીએ આપ્યો જડબાતોડ જવાબ

સમાજવાદી પાર્ટીનાં નેતા રામ ગોપાલ યાદવે પુલવામા હુમલા પર વિવાદિત ટીપ્પણી કરી હતી. સપાના નેતાએ પુલવામા હુમલાને સરકારનું ષડયંત્ર ગણાવ્યુ હતું. જો કે તેમના આ વિવાદિત નિવેદન લઇને તેઓ બરાબરનાં ઘેરાયા છે. બીજેપીએ એસપી નેતાને માફી માંગવા કહ્યું છે. તો બજી તરફ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પલટવાર કરતા રામગોપલ યાદવને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેમનું આ નિવેદન ખરાબ રાજનીતિનું એકદમ તુચ્છ ઉદાહરણ છે.

સીએમ યોગીએ કહ્યું કે, “રામ ગોપાલે પોતાના નિવેદનને લઇને સીઆરપીએફ જવાનો અને દેશની જનતા પાસે માફી માંગવી જોઇએ.” આપને જણાવી દઇએ, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે સીઆરપીએફના કાફલા પરના આતંકવાદી હુમલાને કાવતરું ગણાવતા મોદી સરકારને ઘેરી હતી.

રામગોપાલ યાદવે કહ્યું કે વોટ માટે જવાનોને મારી નાખવામાં આવ્યાં. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જો સરકાર બદલાશે તો આ મામલાની તપાસ કરવામાં આવશે અને ત્યારે એમાં મોટા મોટા લોકો ફસાશે.

 116 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી