CM યોગીને મોંઘી પડી બિરયાની, ચૂંટણી પંચે ફટકારી નોટિસ…

ચૂંટણી પંચે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના ‘બિરયાની’ નિવેદન માટે નોટિસ ફટકારી છે. આયોગે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન માનતા શુક્રવારે સાંજે 5 કલાક સુધી જવાબ માગ્યો છે.યોગી આદિત્યનાથે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું, ‘કેજરીવાલ શાહીનબાગના પ્રદર્શનકારીઓને બિરયાની ખવડાવી રહ્યાં છે.’

શાહીનબાગમાં આશરે 2 મહિનાથી ચાલી રહેલા CAAનો વિરુદ્ધ અને પ્રદર્શનને લઈને યોગી આદિત્યનાથે ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી અને બીજા વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યાં હતા.યોગીએ આરોપ લગાવ્યો હતો કે જે લોગો કાશ્મીરમાં આતંકવાદીઓનું સમર્થન કરે છે,તે શાહીનબાગમાં પ્રદર્શન કરી રહ્યાં છે અને આઝાદીના નારા લગાવી રહ્યાં છે.યોગીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સરકાર લોકોને ચોખુ પાણી ઉપલબ્ધ કરાવી રહી નથી.પરંતુ શાહીન બાગમાં પ્રદર્શનકારીઓને બિરયાની વેંચી રહી છે.

પૂર્વી દિલ્હીમાં કરાવલનગર ચોકમાં રેલીને સંબોધિત કરતા ભાજપના નેતાએ સંશોધિત નાગરિકતા કાયદા વિરોધી પ્રદર્શનકારીઓ પર નિશાન સાધતા કહ્યું, ‘પ્રદર્શનકારીઓ પૂર્વજોએ ભારતનું વિભાજન કર્યું,તેથી તેને ઉભરતા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’થી મુશ્કેલી છે.’ તેમણે કહ્યું કે, જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે,આતંકવાદી બિરયાની નહીં ગોળી ખાઈ રહ્યાં છે.

મહત્વનું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.8 ફેબ્રુઆરીએ દિલ્હીની તમામ 70 સીટો માટે સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન થશે.જેનો પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.મુખ્ય મુકાબલો સત્તાધારી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

 18 ,  1