September 22, 2020
September 22, 2020

અયોધ્યામાં CM યોગી, રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓની કરશે સમીક્ષા

CM યોગીએ રામ મંદિર પરિસરમાં નિરીક્ષણ કર્યું, રામ મંદિરના ભૂમિ પૂજનને લઇ સમીક્ષા બેઠક

CM યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી ગયા છે. આગામી 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીની પ્રવાસ પહેલા ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે અને સાધુ-સંતો સાથે મુલાકાત પણ કરશે. રામના ધામ અયોધ્યામાં ભૂમિ પૂજનને ભવ્ય બનાવવા માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. આશરે 500 વર્ષ બાદ રામભક્તોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. 

સીએમ યોગીએ રામ મંદિર પરિસરમાં નિરીક્ષણ કર્યું. તેઓ પીએમ મોદીની યાત્રા પહેલા કોઈ કમી છોડવા ઈચ્છતા નથી. 5 ઓગસ્ટે અયોધ્યામાં શ્રી રામ જન્મ ભૂમિ મંદિરની આધારશિલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાખશે. તે માટે કાશીથી પાંચ વિદ્વાનોએ અયોધ્યા જવાનું છે. તે 5 વિદ્વાનોની હાજરીમાં શ્રી રામ જન્મ ભૂમિ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. કાશીના આ 5 ગણમાન્ય લોકોમાં 3 જ્યોતિષી અને 2 સંત સામેલ છે. તેઓ 4 ઓગસ્ટે અયોધ્યામાં પહોંચી જશે અને પોતાની સાથે કાશી વિશ્વનાથ મંદિરથી બાબા વિશ્વનાથના શિવલિંગને સ્પર્સ કરાવેલા 5 ચાંદીના બિલિપત્ર જેમાં શ્રીરામ લખેલું હશે, સવા પાવ ચંદન અને ગંગાની માટી પણ લઈ જશે. 

કોરોના કાળમાં ભૂમિ જૂપન માટે બે ગજની દૂરીનું પાલન કરતા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મઠ મંદિરોમાં અનુષ્ઠાન થશે તો ઘરે-ઘરે દીવા પ્રગટાવીને ખુશીઓ મનાવવામાં આવશે. બીજી તરફ સરયૂ આરતીમાં પણ ઉત્સાહ જોવા મળશે. 

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર