UP TET પરીક્ષાના મામલા પર CM યોગીનું કડક વલણ

પેપર લીક સાથે જોડાયેલા 26 આરોપીની ધરપકડ, CBI તપાસની માંગ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ UP TET પરીક્ષાના પેપર લીકના મામલામાં કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, UP TET નું પેપર લીક કરનાર વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.

મહત્વનું છે કે ગઇ કાલે રવિવારે UP TET ની પરીક્ષા યોજાવાની હતી પરંતુ તે પહેલા પેપર લીક થઈ ગયું હતું. UP TETનું પેપર વોટ્સએપ પર વાયરલ થઈ ગયું હતું. ત્યારબાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આશરે 21 લાખ ઉમેદવારો UP TETની પરીક્ષામાં સામેલ થવાના હતા. 

આ મામલામાં અત્યાર સુધીમાં 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુપીટીઈટીએ પ્રયાગરાજ, લખનૌ કૌશાંબી, મેરઠથી લઈને ગોરખપુર અન વારાણસીમાં રેડ મારી છે. યુપી એસટીએફે આ મામલામાં 2 સોલ્વર ગેંગના સરગનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પેપર લીક મામલામાં સીબીઆઈ તપાસની માંગને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. તેમજ તેમાં સંડોવાયેલા અધિકારીઓના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે અભ્યાર્થીઓને પેપર રદ્દ થતા થયેલા નુકસાનના વળતરની માંગ કરવામાં આવી છે.

યૂપી એસટીએફના આ મામલામાં સૌથી વધારે પ્રયાગરાજથી  16 લોકોની ધરપરકડ કરવામાં આવી છે. જેમાં પ્રયાગરાજના નૈની વિસ્તારમાં સોલ્વર ગેંગના સરગના રાજેન્દ્ર પટેલ અને બિહારના સોલ્વર સહિત 8 લોકોની ધરપકડ કરવામાં  આવી છે. ઝૂસી વિસ્તારમાંથી 3 અને જોર્જટાઉનથી 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી