કોરોના પર મુખ્યમંત્રીની ભવિષ્યવાણી – હજી એક અઠવાડિયું ગુજરાતમાં કેસ વધશે

 હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઈનબ્રેક આવશે – મુખ્યમંત્રી

ગુજરાતમાં કોરોનાના કેસ જેટ ગતિથી આગળ વધી રહ્યા છે. રોજ રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, આખા દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ એક અઠવાડિયું કેસ વધશે બાદમાં ઘટશે. 3 લાખ વેકસિન આપવાની મુહિમ છે.

વિધાનસભા સત્ર ટૂંકાવવાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું, સત્ર ટૂંકાવવાની કોઈ વાત જ નથી. જેટલા બિલો બાકી છે તે પાસ થશે. જ્યારે પાટણ યુનિવર્સિટી અંગેના સવાલ પર તેમણે બોલવાનું ટાળ્યું હતું.

મખ્યમંત્રીએ દાવો કર્યો છે, અમારી ધારણા છે કે, હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઈનબ્રેક આવશે. પણ કોરોના અનપ્રિડીક્ટેબલ છે. ધનવંતરી અને સંજીવની રથો ચાલે છે. જેમ જરૂર પડે તેમ નિર્ણય કરીએ છીએ. રોજના ત્રણ લાખ વેક્સીનેશન થાય તે પ્રકારે આગળ વધીએ છીએ. તમામ સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ગણી વેક્સીન અપાશે. હાલ 4 મહાનગરોમાં કેસ વધારે છે, તેથી સરકાર અહી ફોકસ કરી રહી છે. સચિવાલય અને આખા ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને કરાશે.  

 132 ,  1