મુખ્યમંત્રીની ગાંધીનગર સીવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટ

કોરોના દર્દીનાં પરિજનોનો જાણ્યો અભિપ્રાય

કોરોના સ્થિતિ અંગે હોસ્પિટલની કરી સમીક્ષા

ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ સાથે ઓમિક્રોના કેસો વધતા સરકરા સહિત લોકોમાં ફફડાટ ફેલાયો છે એટલુ જ નહીં અનેક રાજ્યોએ નાઈટ કર્ફ્યુ સહિતના નિયંતત્રો ફરી લાદી દીધા છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની કાબૂ લેવા માટે રાજ્ય સરકાર પર કડક પગલા રહી છે. ત્યારે આજે વહેલી સવારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં આને લઇને કેવી તૈયારીઓ છે તે જોવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ સરપ્રાઇઝ વિઝિટનું સાંભળી સિવિલનો પૂરો સ્ટાફ ચોંકી ગયો હતો. અચાનક કોઇ પ્લાન વિના CM સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચતા લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. કહેવાય છે કે, ગાંધીનગર સિવિલમાં CM એ કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યારે આ સપ્રાઈઝ વિઝિટમાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની વ્યવસ્તા અંગે માહિતી મેળવી હતી. તો સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટર સાથે મુખામંત્રીએ ચર્ચા પણ કરી હતી. બીજી તરફ CM ની સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. વળી CM ભૂપેન્દ્ર પટેલે સિવિલમાં દાખલ દર્દીઓનાં પરિવારજનોનો અભિપ્રાય પણ જાણ્યો હતો. તેમને દવા, સારવાર કેવી આપવામાં આવી તે વિશે પણ તેમણે માહિતી મેળવી હતી. વળી CM એ અહી સફાઇ કામદારો સાથે પણ ચર્ચા કરી હતી. ખાસ વાત એ છે કે રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં નવા કેસ વધી રહ્યા છે ત્યારે CM ની આ સરપ્રાઇઝ વિઝિટ હોસ્પિટલમાં કોવિડને લઇને કેવી તૈયારી થઇ રહી છે તે રૂબરૂ જોઇ વિશેષ માહિતી લેવાનુ કહેવાઇ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં રવિવારે કોરોનાનાં 177 કેસ નોંધાયા હતા. વળી આ દરમ્યાન રાજ્યમાં ઓમિક્રોનનાં કોઇ કેસ સામે આવ્યા નથી. રાજ્યમાં નોંધાયેલા કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 53 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 25 અને વડોદરામાં 16 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 36 કેસ નોંધાયા છે.

 51 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી