September 25, 2022
September 25, 2022

CNG કારને વીમાથી વિમુખ રાખી ન શકાય- 75 ટકા રકમ આપો…

સામાન્ય રીતે પેટ્રોલ સંચાલિત કારમાં પણ CNG કીટ લગાવીને CNG ગેસ દ્વારા કાર ચલાવવામાં આવે છે. અમદાવાદના એક કર માલિકે જયંતીભાઈ પરમારની આવી જ એક પેટ્રોલ – CNG સંચાલિત કારમાં શામળાજી નજીક આગ લાગી અને આગમાં કાર સંપૂર્ણ પણે નાશ પામી.

કાર માલિકે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીને વીમાની રકમ માટે દાવો માંડ્યો પરંતુ કંપનીએ એમ કહીને દાવો ના મંજુર કર્યો કે, અરજદારે પેટ્રોલ વાળી કારમાં CNG કીટ ફીટ કરાવી હતી અને તેની જાણ RC બુકમાં કે કંપનીને કરી નહતી.

અમદાવાદ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળીને એવું ઠરાવ્યું કે જો આવી કારમાં CNG કીટ ફીટ કરાવેલી હોય તો પણ તેને વિમાની રકમથી દૂર રાખી શકાય નહીં. ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમેદારને કુલ વિમાની રકમના 75 ટકા રકમ આપવા હુકમ કર્યો છે.

અમદાવાદ ગ્રાહક સુરક્ષા કોર્ટનો આ ચુકાદો એવા તમામ કાર ચાલકોકે જેઓ પેટ્રોલની સાથે CNG કીટ પણ ફીટ કરાવે છે. તેમને પણ આવા કોઈ અકસ્માતમાં વીમાની રકમ મળી શકશે. આ ચુકાદો તેમના માટે આશિર્વાદ સમાન નીવળી શકે તેમ છે.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી