September 18, 2020
September 18, 2020

ભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ

પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે

સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનાવવામાં આવશે. ભાવનગરમાં આ CNG ટર્મિનલ બનાવવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં કુલ રૂ. 1900 કરોડનું મુડી રોકાણ થશે. પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે.

વિશ્વના સૌ પ્રથમ આ CNG ટર્મિનલની CNGની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીઅન મેટ્રીક ટનની હશે. આ CNG ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન MOU કરવામાં આવ્યા હતા. આ CNG ટર્મિનલને લઈ ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરિય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, બે લોકગેટસ, કિનારા ઉપર CNGના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે. પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. પ્રતિ વર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન છે. શિપબ્રેકીંગ-શિપ રિસાઈક્લિંગ ઊદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી સમાન વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ બનશે. ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીઝ વિકસાવવામાં આવશે. CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે. 

હવે વિઝનરી લિડરશીપમાં ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવશે. રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં થતાં વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે. 

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર