બાયડ: વિધાનસભા પેટા ચુંટણીને લઈ કોંગ્રેસેનો પલટવાર ….

બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપે માલપુર ખાતે ૧૫૦ કોંગ્રેસીઓને ખેસ પહેરાવી કોંગ્રેસમાં ગાબડું પાડ્યું હતું જો કે બીજી બાજુ કોંગ્રેસમાં ભાજપના ૧૫૦થી વધુ કાર્યકરોએ કેસરિયો છોડી પંજાનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસે જાણે હિસાબ સરભર કરી લીધો હોય તેમ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપમાં ગાબડું પાડતા ઉત્સાહિત બન્યા હતા ભાજપમાં ઉથલ પાથલ મચી ગઈ હતી અને કોંગ્રેસ વધુ ગાબડાં ન પાડે તે માટે ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે.

વિજયાદશમી પર્વના દિવસે કોંગ્રેસના ઉમેદવાર જશુ ભાઈ પટેલના કાર્યાલયનો પ્રારંભ શક્તિ પ્રદર્શન સાથે કર્યો હતો કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અને જીલ્લાના કોંગ્રેસી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૧૫૦ થી વધુ કાર્યકરો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના આગેવાનોએ તમામ કાર્યકરોને આવકાર્ય હતા ભાજપના ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા

બાયડ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત ગણાતી બેઠક જાળવી રાખવા કોંગ્રેસે જાતિવાદની રાજનીતિમાંથી બહાર આવી લોકચાહના ધરાવતા જશુભાઈ પટેલને ટિકિટ આપી છે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો બાયડ-માલપુર તાલુકાના ગામડાઓ ખૂંદી રહ્યા છે બીજીબાજુ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સીધી નજર બાયડ વિધાનસભા પેટા ચૂંટણી જીતી લેવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે રાજકીય અગ્રણીઓના જણાવ્યા અનુસાર ભાજપ સામે કોંગ્રેસે સમક્ષ ઉમેદવાર ઉતારતા જંગ બરાબરીનો જામ્યો છે ચૂંટણીમાં કાર્યકરોનો પક્ષ પલટો હવે સામાન્ય બની રહ્યું છે ભાજપ-કોંગ્રેસ બાયડ વિધાનસભા બેઠક કબ્જે કરવા શામ,દામ અને દંડની નીતિ અપનાવી શકે છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી