પત્નીઓ વિદેશ ટૂર પર જશે કે નહીં, વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી કરશે નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું કામકાજ જોવા માટે નિયુક્ત કરવામાં આવેલી સમિતિ COAએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને આગામી વિદેશ ટૂર પર ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સની યાત્રા અંગે જાણકારી આપવા કહ્યું છે.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે પત્ની અને ગર્લફ્રેન્ડ્સ ટૂર પર જશે કે નહીં તેનો નિર્ણય કોચ અને કેપ્ટનને આપવો હિતનો ટકરાવ છે. તેણે કહ્યું કે, આ પહેલા પણ COAએ માત્ર બીસીસીઆઈ જ નહીં પરંતુ લોઢા પેનલના નિયમનો પણ ઉલ્લઘન થાય તેવા નિર્ણય લીધા છે.

ખરેખરમાં આ અનુમિત પહેલા બીસીસીઆઈ પોતે આપતું હતું અને પહેલી વાર કેપ્ટન અને કોચ આ અંગે નિર્ણય લેશે. COAના આ નિર્ણયથી બીસીસીઆઈ અને લોઢા પેનલ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

બીસીસીઆઈ સૂત્રોનું કહેવું છે કે આ ફક્ત હિતનો ટકરાવ નથી પરંતુ આની અસર ટીમના પ્રદર્શન પર પણ થઇ શકે છે. જ્યારે આર એમ લોઢાએ કહ્યું હતું કે, આવા નિણર્ય લેવા માટે લોકપાલ ડી કે જૈન ત્યાં હાજર છે. દરેક જણ લોઢા પેનલના પ્રસ્તાવનો પોતાની રીતે ઉપયોગ કરી રહ્યું છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી