September 21, 2020
September 21, 2020

પેન્ટમાં ઘૂસ્યો સાપ..! સાત કલાક બાદ સવારે કાઢ્યો બહાર, Video વાયરલ

7 કલાક થાંભલો પકડીને ઉભો રહ્યો યુવક, ક્યાક હલચલ થતાં જ સાંપ ડસીનાં લે..

લોકો ઘણીવાર સાપને જોઈને ડરી જાય છે. તો કેટલાક લોકો બહાદુરીથી તેમને પકડી પણ લેશ. ઘણા ખરા લોકો દૂરથી દર્શન પણ કરે છે. પરંતું જો સાપ તમારી પેન્ટમાં ઘૂસી જાય તો…? આ કલ્પનાથી જ પરેશવો છૂટી જાય છે. ત્યારે આવી જ ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. જેનો હાલ વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

મિર્ઝાપુરમાં એક કોબ્રા સાપ યુવકની પેન્ટમાં ઘૂસી ગયો. અચાનક સાપ ઘૂસી જતાં યુવક ગભરાઇ ગયો અને રાતનાં 12 વાગ્યાથી સવારનાં 7 વાગ્યા સુધી થાંભલો પકડીને ઉભો રહ્યો, ક્યાક હલચલ થતાં જ સાંપ ડસી ન જાય તવો સતત ભય સતાતો હતો.

જો કે સવારે એક્સપર્ટની મદદથી યુવકના પેન્ટમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રશાસનની ટીમો સાથે સેંકડો ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સાવચેતીરૂપે એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરી શકાય

આ મામલો જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિકંદરપુર ગામનો છે, જ્યાં વીજળીના થાંભલા અને વાયર લગાવવા કામ કરતા મજૂરોને આંગણવાડી કેન્દ્ર ખાતે વિજળી વિભાગ દ્વારા રોકવામાં આવ્યા હતા. રાત્રે બધા કામદારો રસોઈ કરીને જમીને સૂઈ ગયા હતા. સૂતી વખતે એક મજૂર લવલેશ કુમારના શર્ટમાંથી ઝેરી સાપ દાખલ થઈને તેના જિન્સનાં પેન્ટમાં ઘૂસી ગયો હતો.

પેન્ટમાં સાંપ ઘુસ્યા બાદ જ્યારે યુવકે જાણ થઈ તો તે ચુપચાપ ત્યાં જ 7 કલાક સુધી થાંભલો પકડીને ઉભો રહ્યો હતો. આ દરમ્યાન  ઝેરી સાંપ જીન્સના પેન્ટનાં બેઠો રહ્યો હતો. સવાર પછી, સ્થાનિક લોકોએ મદારીને બોલાવ્યો અને કોઈક રીતે જીન્સની પેન્ટમાંથી સાપને બહાર કાઢ્યો હતો, ત્યારે જઈને યુવકનો જીવ બચી ગયો હતો.

તો બીજી તરફ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.

 276 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર