કેરળમાં વરસાદી કહેર, કોચિન એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ

કેરળમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. અર્નાકુલમ, ત્રિશૂર, પઠાનમથિટ્ટા, મલપ્પુરમ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાયાં છે. મલપ્પુરમ અને કોઝીકોડને જોડતો હાઇવે પાણી ભરાતાં બંધ કરવામાં આવ્યો છે.

કેરળમાં પડી રહેલા ભારે વરસાદના પગલે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યાં છે. આ વચ્ચે કેરલનું કોચિન એરપોર્ટ ત્રણ દિવસ સુધી બંધ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કેરળના ઇડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડમાં વરસાદને લઇને રેડ એલર્ટ, જ્યારે ત્રિશૂર, પલક્કડ, વાયનાડ, કન્નૂર અને કાસરોગડમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

કેરળના તટીય વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે.

દેશના દક્ષિણી રાજ્ય કેરળ અને કર્ણાટકમાં વરસાદના કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે સ્થિતિ વધુ ગંભીર થઇ ગઇ છે. જેને લઇ કેરળનું કોચિન એરપોર્ટ 3 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કેરળમાં પૂરની સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી 11 ઓગસ્ટ સુધી કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ રહેશે. કેરળમાં પડેલા ધોધમાર વરસાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેરળમાં વરસાદના કારણે હાલ હાલાત ખરાબ થતા જાય છે. ભારે વરસાદને જોતા દક્ષિણ કન્નડમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. ભારે વરસાદના પગલે સ્કૂલ અને કોલેજ પણ બંધ રાખવા નિર્દેશ કરાયા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી