વલસાડ હાઈવે પર એકસાથે ત્રણ વાહનો વચ્ચે ટક્કર, બે લોકોના મોત

ત્રણ ટેમ્પો ધડાકાભેર અથડાતા ભડકે બળ્યાં, બે ચાલકના મોત

વલસાડ જિલ્લાનાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે એક ગોઝારો અકસ્માત થયો હતો. સોમવારે મોડી રાતે બે ટેમ્પો અને એક કન્ટેનર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. અકસ્માત બાદ આગ લાગતા જ બે વાહનો ભડકે બળ્યાં હતાં. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચે તે પહેલા જ સ્થાનિકો પણ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

ધડાકા સાથે ટક્કર થતાં 2 વાહનોમાં થોડીજ વારમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને જોતા હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો અને આસપાસના લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતા. જોકે આગ લાગતાં ટેમ્પોના ચાલકો અંદર જ ફસાઈ ગયા હતા. જેમાં એકનું ટેમ્પોમાં જ સળગી જતા કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે ચાલકોને લોકોએ જીવના જોખમે બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે કમનસીબે વધુ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ આ ઘટનામાં 2 ના કમકમાટીભર્યાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. 

જોકે અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ લાગતાં કલાકો સુધી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી. એક વાહનમાં કેમિકલ પાવડર અને એકમાં પ્લાસ્ટિકના સામાન જેવો સામાન ભર્યો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને વાહનો ભડકે બળતાં હોવાથી આગની જ્વાળાઓ દુર દુર સુધી  દેખાતી હતી. 

 16 ,  1