સુરેન્દ્રનગર : લખતર હાઈવે પર બે બસ વચ્ચે ટક્કર, ચારના થયા મોત

અકસ્માતમાં 15થી વધુ મુસાફરો ઘાયલ, સારવાર હેઠળ

સુરેન્દ્રનગર લખતર હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આજે (રવિવાર) વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે અથડાઈ હતી. જેમાં એક સાથે 15થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે, જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે કુલ 4 લોકોના મોત થયા છે.

વિગત મુજબ, આજે વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર અમદાવાદ બસ લખતર નજીક છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ છે. જેમાં ખાનગી બસ ઓવરટેક કરતા એસટી બસ સાથે અથડાતા 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ  સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.

અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 15થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

અત્રે નોંધનીય છે કે, બન્ને બસોના ડ્રાઈવરની હાલત હાલ ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. છારદ ગામ પાસે ખાનગી બસ ઓવરટેક કરવા જતા સામેથી આવતી સુરેન્દ્રનગર અમદાવાદ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ અને અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી