કમ સપ્ટેમ્બર..એર ઇન્ડિયાના “મહારાજા” તો ગિયો…!

નવમા મહિને સરકારી કંપનીનું ખાનગીમાં રૂપાંતર..

કેન્દ્ર સરકારે સતત ખોટમાં ચાલી રહેલી રાષ્ટ્રીય વિમાન સેવા કંપની એર ઇન્ડિયાના વેચાણ માટે ફાઈનાન્શિયલ બિડને આમંત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આ સોદો સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. તે જોતાં આ વિમાની કંપની ફરીએકવાર ખાનગી કંપનીના હૈથમાં જશે. કેમ કે આ કંપની પહેલા ખાગગી હતી પણ સરકારે તેને સંપાદિત કરી હતી.

અને તેના પ્રતિક રૂપે મહારાજાનો લોગો તૈયાર કરાયો હતો. તેના વિજ્ઞાપનોમાં પણ એર ઇન્ડિયાને મહારાજા તરીકે ઓળખવામાં આવે છે. આ સરકારી વિમાન કંપની ખોટમાં ચાલી રહી છે અને ખાનગીકરણના ભાગરૂપે તેને ફરીથી ખાનગી કંપનીને અપાશે.

ટાટા જૂથની બોલીમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ખોટ કરતી એર ઈન્ડિયા ખરીદવા માટેની પ્રારંભિક બિડ્સ શામેલ છે. સૂત્રો અનુસાર, પ્રારંભિક બિડનું વિશ્લેષણ કર્યા પછી લાયક બિડરોને એર ઇન્ડિયાના વર્ચ્યુઅલ ડેટા રૂમ (વીડીઆર) ની એક્સેસ આપવામાં આવી હતી, ત્યારબાદ રોકાણકારોના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સોદો હવે ફાઈનાન્શિયલ બિડ તબક્કામાં ગયો છે અને સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. સરકાર એર ઈન્ડિયામાં તેનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો વેચી રહી છે. 2007માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સમાં ભળી ગયા બાદ એરલાઇન્સનું નુકસાન થયું છે. કોવિડ-19 મહામારીને કારણે હિસ્સો વેચવાની પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને સરકારે પ્રારંભિક બોલી રજૂ કરવાની અંતિમ તારીખ પાંચ વખત લંબાવી હતી.

આ એરલાઇન્સના સફળ બીડરને ડોમેસ્ટિક એરપોર્ટ પર 4,400 ડોમેસ્ટિક અને 1,800 ઈન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ સાથે જ વિદેશોમાં 900 સ્લોટ પર નિયંત્રણ મળશે. આ હરાજીમાં તેની પેટાકંપની, એર ઇન્ડિયા એક્સપ્રેસ જે સસ્તી સેવાઓ પૂરી પાડે છે અને કાર્ગો અને પેસેન્જર લોડિંગ અને અનલોડિંગ માટેનો સામાન્ય એકમ એઆઈએસએટીએસનો 50 ટકા હિસ્સો પણ શામેલ છે. કંપની પરના 60,000 કરોડ રૂપિયાના કુલ સંચિત વેરાના બોજોને કારણે સ્થિતિ નબળી બની છે.

 29 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર