NCBએ પૂછપરછ બાદ કોમેડિયન ભારતી સિંહની કરી ધરપકડ

ભારતીના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો, NCBએ કરી ધરપકડ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદ NCB સતત બોલિવૂડ હસ્તીઓનાં ત્યાં રેડ પાડી રહ્યું છે. આ શ્રેણીમાં NCBની ટીમે શનિવારે પ્રખ્યાત કોમેડિયન મહિલા ભારતી સિંહનાં ઘરે રેઇડ પાડી હતી. ભારતી સિંહનાં ઘરેથી થોડી માત્રામાં ડ્રગ્સ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે.

NCBએ ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ ચાલુ છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી. શનિવારે રાત્રે ભારતીને NCBની ઑફિસમાં જ રાખવામાં આવશે. આવતીકાલે રવિવારે ભારતીને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.

આ પહેલાં એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે પણ રેડ પાડી હતી અને કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબદ અર્જુન રામપાલ અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. તો બીજી તરફ એનસીબીએ ગ્રેબ્રિએલાના ભાઇ અગિસિયાલોસને તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યા બાદ ધરપકડ કરી હતી. 

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે.

 148 ,  4 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર